હર એક માનવીની પહેચાન ચહેરો છે.
કયારેક લાગે આ ચહેરો કે મોહરો છે.
ભરોસા પાત્ર ચહેરા મળવા છે મુશ્કેલ,
મળી જાય તો તમારા માટે એ પહેરો છે.
ચહેરાના હાવભાવ વાંચતા જલ્દી શીખો,
એ જ તો સુખી ભવસાગર નો કિનારો છે.
આ ચહેરો બિલકુલ અરીસો છે અનિલ,
એટલે જ વારંવાર છેતરાતો આ ચહેરો છે.
#ચહેરો