તારો ચહેરો મારી નજર સામે આવે છે
પણ તમે કેટલા દુર છો.
કોને કહું વિરહની વેદના
કેટલી અસહ્ય છે..
તારી યાદો માં તડપૂ હું
રાત અને દિવસ.
પણ મને ખબર નથી કે
શૂ મારો પ્રેમ તને યાદ છે.
તન્હાઇ બેચેની આંસુ
એજ તો તારા પ્રેમ ની સૌગાત છે.
ખબર છે મને તૂં નહીં આવે
પછી પણ વ્યર્થ કેમ તારો ઈંતજાર છે.
તારા વિનાની જિંદગી
જીવન નહીં બોઝ છે.
જાણે પાંખો વિના નું લાચાર પંખી
વિરહ નું દદૅ સહેવાઈ નહીં.
ઈચ્છૂ છું હું પણ તારી જેમ બધું જ ભૂલી જાવ
પણ તારી યાદ જ મારી જીંદગી છે.@