ક્ષણમાં
સામે ને સાથે હોય છે,
શૂન્યતા છવાઈ જાય છે.
વિદાય ત્યાંથી લીધા પછી,
મનની મનમાં રહી જાય છે.
વાદળ વિરહના અથડાઈ ને
અંતરે વર્ષી જાય છે.
કરું પ્રયાસ બોલવા છતાં
હોઠ બિડાય જાય છે.
કંઇક કહું? કંઇક કહેશે મને
સાનમાં સમજાઇ જાય છે.
દરિયાવ દિલ ના દ્વારેથી
મિલન ક્ષણ ઉભરાઈ જાય છે.