#અનુભવવું
સત્ય અને અસત્ય વચ્ચે ખોરવાયેલ
જિંદગી નું પાનુ એટલે કિસ્મત...
એક જ સમયે જન્મ અને મૃત્યુંના
સમાચર નું ટાણું એટલે કિસ્મત...
સગા ના વિશ્વાસઘાત અને પારકાં ના વિશ્વાસ
વચ્ચે નો અનુભવ એટલે કિસ્મત...
સપનાઓ પામવાની ઘેલછા અને હાલ ની ફાટેલી
વાસ્તવિકતા નો સ્વીકાર એટલે કિસ્મત...
હદયમાં રોજ જન્મતી ચાહનાઓ અને દિવસે અંતે
હદયમાં જ મરી જતી ચાહનાઓ એટલે કિસ્મત..