જ્ઞાન મળે ભલે વાંચતા કિતાબો,
અનુભૂત તોલે , કોઈ ના'વે.
ક્ષિતિજ મહીંથી નાવ તો ઉતર્યું,
મઝધારે ગયાથી જ સૌ જાણે.
લેખ કાગળ લખ્યા , બહુશ્રુત છો થયા,
કર્મથી એમના કાર્ય જાણ્યા.
. સ્પર્શ 'ને સ્વાદ , શ્રવણ 'ને દ્રશ્ય જે,
અનુભૂતિથી જ સાધ્ય થાયે.
કોઈની વાતથી , કોઈ સંગાથથી,
મિત્ર હજો ભલે જીવ સાટે.
નિષ્ણાત જો થવું સર્વ બાબતે,
જ્ઞાન-પ્રત્યક્ષ જ કામ લાગે...
#અનુભવવું