અનુભવવું આજે મારે પેલું બાળપણ છે.
દોસ્ત, જે પેલા ગલ્લામાં કેદ છે.....!!!
ખભા ઉપર હાથ મૂકી ચાલ્યા બેઉ જાતા,
ને વાતો ન ખૂટે પછી આખા એ મલકની..
દોસ્ત, અનુભવવો આજે એ નિ:સ્વાર્થ પ્રેમ છે.
પેલી સાઇકલની ઘંટડી તું વગાડે ને.....
દોડીને હું આવું તારી પાસ....!!!
મિત્રો હતા આપણ બેઉ ખાસ.
અનુભવવી આજે એ મીઠાશ છે...
જે અડધું ખાય તું ને અડધું ખાઉં હું...
એંઠા-જૂઠાનો નહીં બાદ....!!!
અનુભવવું આજે મારે પેલું બાળપણ છે
દોસ્ત, જે પેલા ગલ્લામાં કેદ છે.....!!!
Jasmin
#અનુભવવું