અનુભવવુંને વર્ણવવું બંને બાબતો અલગ અલગ.
સમજવુંને સમજાવવું બંને બાબતો અલગ અલગ.
દરેક વખતે વાત આપણી કૈં બધા ના સમજી શકે,
સ્વીકારવુંને સ્વીકારાવવું બંને બાબતો અલગ અલગ.
ઉદારમતવાદી કૈં બધા જ મનુષ્યો હોતા નથી હંમેશા,
તરવુંને બીજાને તારવવું બંને બાબતો અલગ અલગ.
ભૂલ પર્વતથી મોટી નથી દેખાતી કોઈને કદીએ અહીં,
મન મોટું રાખવુંને રખાવવું બંને બાબતો અલગ અલગ.
બધાં જ નેત્રોનાં દર્શન સમાન કદીએ નથી હોવાનાંને,
દ્રષ્ટિ કેળવવીને કેળવાવી બંને બાબતો અલગ અલગ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#અનુભવવું