તારા પ્રથમ સ્પર્શ ની મહેક નું મારું આજ પણ અનુભવવું
છતાં મળ્યા ને કેટલીય વાર....બસ આમ જ અનુભવવું
કોઈ ઝરણાં ની પ્યાસ માં આખી નદી વહી નીકળી...
ઘૂઘવતા સાગર કિનારે ,ઢળેલી પાપણે તારા સ્પન્દન નું અનુભવવું
કહેતા કેટલીય વાર લગાડી તે ,હવે તો હદ વટાવી છે
અણકહેલા શબ્દો માં ગમતા શબ્દો ને બસ અનુભવવું
હવે તો ઢળતી સંધ્યા ની સાથ માં સૂરજ આઠમી રહ્યો
જો આવે કોઈ ગમતું ચિત્ર યાદ,તો સમજ આ અનુભવવું
©ગીતા એમ ખૂંટી
#અનુભવવું