તારા અહેસાસ ને અનુભવવું છે
તારી સાથે જીવન ને અનુભવવું છે
સવાર ની ચા ની ચુસ્કી
પરિવાર સાથે નુ ભોજન
સાંજે થતી સમાચાર પર ચર્ચા
રાતે તારી સાથે લાંબી સહેર કરવી
અનુભવવું છે મારે
નાની નોક ઝોક
અપળા વિચારો ની ચર્ચા થી
મારી નારાજગી પર
તારુ માણાવવું ને મારુ માની જવુ
અનુભવવું છે મારે
મમ્મી જમવા મા શુ બનાવું
તમારા હાથ નુ શાક એમને બહુ ભાવે
મને પણ શિખવડો ઍ રીત
આ સાસુ વહુ ની વાતો
અનુભવવું છે મારે
જોવું છુ રાહ ઍ દિવસ ની
તારો ને મારો સાથ દુનિયા સામે
હંમેશા માટે એક થશે
અનુભવવું છે મારે
#Rahi
#અનુભવવું