Gujarati Quote in Blog by Kiran Rathod

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તાલાપ જીંદગીથી

""પ્રથમ પ્રયાસ છે"" "" સહકાર બદલ આભાર""
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏




એ જિંદગી તારે મને રડાવો છે ..?

તો તારું મન ભરી મને રડાવી લે..


હા.! સાંભળ ..પણ પછી તારે જ

મને મનાવો પડશે..


કેમ ..? પૂછીશ નહિ...?


કેમ કે આપણી બંને ની એક વાતે 

પ્રોમિસ થઈ હતી કે જ્યાં સુધી

મને મોત ચાહવા ના લાગે ત્યાં

સુધી તારે જ તો મને રડાવવા નો

અને તારે જ તો રીઝવવાનો છે..!


પણ જિંદગી જે થાય તે તને મે

માસુકા નથી સમજી એ સારું છે..


નહિ તો મારે પણ મોત ને કેવું પડતું

કે..

"પ્રેમ નો અનુભવ છે મને"


પણ તું દોસ્ત મારી પાક્કી નીકળી

બધા એમનો સમય વિતાવવા જ

આવ્યા હતા...

અને મારો સમય તારી સાથે વીત્યો..

ટુંકમાં કહું તો હું મારો સમય વિતાવવા

તારી પાસે આવ્યો છું..


ગલત કહે છે લોકો કે 

"મોત મસુકા છે ને જિંદગી બેવફા છે"


પણ હું માનું છું કે તું જ તો સાચી વફાદાર છે.


મોત પછી શું થાય એ હું નથી જાણતો પણ જિંદગી તારી વાત જ અલગ છે..


જિંદગી તું પ્રેમ છે

           તું દર્દ છે

તું બધું જ છે....

હજુ ઘણું કહેવું છે તારા વિશે ..


પણ મોત દસ્તક દે છે....


અરે મજાક કરું છું...

તારે ને મારે હજી ત્રીસ ચાલીસ વર્ષ સાથે રહેવાનું છે...

મારા સાથે જે મળવાનો છે એ જીવને મળવાનું છે...

મારી સાથે જોડાનાર જીવ કોણ એમ પૂછે..?

હા કહું...અરે મારી અર્ધાંગિની..

અને તારી ખુશી..😊😊😊

✍️મરીચિ


પ્રથમ પ્રયાસ છે..

સહકાર દેવા બદલ આભાર

🙏🙏🙏🙏♥️♥️🙏🙏🙏🙏

Gujarati Blog by Kiran Rathod : 111420619
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now