. *સમય*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ઘરે બધા સાથે સાથે, હળી મળી રહે,
આ સમયને ભગવાન,તમે બતાવી દીધો.
કમાવ્યા વગર હેરાન થાય, કરવાને કઈ ના થાય !
તાકાતવાન વિચાર કરે,એવો સમય બતાવી દીધો.
ધંધા હોવા છતાં ઘરમાં રહે,પૂરીને જાતે રહે !
પ્રાણીઓ છૂટાં રખડે,એ સમય પણ બતાવી દીધો.
મિત્રો સાથે રેહવા વાળાને, પરિવાર સાથે કર્યો,
મોબાઈલમાં રહેવા વાળાને, સિરિયલ જોતો કર્યો.
દુનિયા ડગમગતી ત્યારે, ઈશ્વર ચરણું બતાવી દીધું,
કોઈ શક્તિ નથી મારી સામે,એ સમય બતાવી દીધો.
દુનિયાને ઘરમાં પુરી,પ્રાણીને જો છૂટાં મૂક્યાં !
આ સમયને ભગવાન,તમે બતાવી દીધો.
મોડી મોડી રાત સુધી ફરવા વાળા ઘરમાં પડિયા !
આ સમયને ભગવાન,તમે બતાવી દીધો.
નથી કોઈ શક્તિ બીજી,ઈશ્વર કરતા મોટી !
એ વાતની સાબિતીનો સમય,તમે બતાવી દીધો.
ઘરે બધા સાથે સાથે, હળી મળી રહે,
આ સમયને ભગવાન,તમે બતાવી દીધો.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD