કોરોનાએ કહેર મચાવ્યો,
દેશને લોકડાઉન કરાવ્યો
લોકડાઉન થવાથી જિંદગી,
જીવવાની રીત મળી
મૂંઝાયેલા જીવનને જિંદગીની,
અમૂલ્ય ક્ષણો મળી
લોકડાઉન થવાથી ભૂલાયેલી,
જિંદગી પાછી મળી
અદ્રશ્ય થઈ ગયા હતા સંબંધો,
કાર્યના ઓથા હેઠળ
લોકડાઉન થવાથી સંબંધોમાં રહેલી,
લાગણીની ભીનાશ પાછી મળી
ધોરી રસ્તા પર સન્નાટો કર્યો ,
લોકડાઉન થવાથી ઘર-ઘરની
રોનક પાછી મળી
વધતા જતા હતા ઘણા પ્રશ્નો,
પરિવારના સંબંધોમાં
સમય મળતા પરિવારને,
જોડતી કડી પાછી મળી
ફરિયાદ રહેતી હતી,
જે સમયની ન મળવાની
લોકડાઉન થવાથી સમયની,
ભરમાર પાછી મળી
શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલયો,
બંધ થયા ત્યારે
બાળકો, યુવાનો અંદર છૂપાયેલી,
કળા પાછી મળી
બહારના કાર્યોની વ્યસ્તતા ગઈ,
ઘરના કાર્યો કરવાની
ક્ષણો પાછી મળવાથી,
જિંદગી પાછી મળી.....