મને ઘા આપ્યા છે પોતાના એ જ,
ને પારકાથી ડરી રહી છું.
નથી માનની ટેવ,
ને અપમાનને જીરવી રહી છું.
લાગી છે દિલને ચોટ,
એને ભૂલવા મથી રહી છું.
દુઃખ દર્દને દબાવી,
આંસુમાં વહાવી રહી છું.
પારકા કોને કહું કે કોને કહું પોતાના?
આ સંબંધોના જાળામાં અટવાઈને જીવી રહી છું.
#માન