Gujarati Quote in Blog by Kavitaba Dod

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માન નહીં ગુમાન હું,

સર્જન ને વિસર્જન હું, સૃષ્ટિનો આધાર હું,
સંસ્કૃતિની વહનકર્તા હું.
ગરબે ઘૂમતી અંબા હું, રણમાં રમતી રણચંડી હું,
કૌરવો રાવણ નો કાળ હું.
ઘરની મર્યાદા હું, પરિવાર ને બાંધતો તાંતણો હું,
સમાજ નો આધાર સ્તંભ હું.
પિતાની દિકરી પછી માં હું,પતિનો પડછાયો હું,
માં નો પુનર્જન્મ હું.
ધરતીમાં સમાતી સિતા હું,અંતરિક્ષમાં ઉડતી સુનિતા હું, નહીં હવે અબલા નારી હું.

માન નહીં ગુમાન હું.
#માન

Gujarati Blog by Kavitaba Dod : 111420418
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now