બધા વચ્ચે અયાને આન્યાને બર્થડે ગિફ્ટમાં ડાયમંડ રિંગ આપી અચંબિત કરી દીધા હતા. ત્યાં ઉપસ્થિત તમામ છોકરીઓને આન્યાની ઈર્ષા આવતી હતી કે એની પાસે અયાન જેવો સ્માર્ટ, હેન્ડસમ અને કેરિંગ હસબન્ડ હતો. બધા સામે અયાન આન્યાને ખૂબ જ માન આપતો.
બીજા દિવસે સવારે આન્યા વાળ ઓળતી હતી ત્યારે એ ડાયમંડ રિંગ એના હાથમાંથી પડી ગઈ. અયાનને આ વાત જેવી ખબર પડી કે એ મન ફાવે એમ આન્યાને બોલવા લાગ્યો. એના મોઢામાંથી આન્યા માટે ગાળોનો વરસાદ થતો હતો. આન્યાએ ખૂબ જ મુશ્કેલીથી એને શાંત પડ્યો. સાંજે આન્યાની ખાસ બહેનપણી આશ્કા એને મળવા આવી. એ પણ આવીને અયાનના જ વખાણ કરતી હતી અને કહેતી હતી કે આન્યા ઘણી નસીબવાળી છે કે એને અયાન જેવો આટલું માન આપનાર પતિ મળ્યો છે. આ સાંભળી આન્યાએ મનમાં જ વિચાર્યું કે એ મને કેટલું માન આપે છે એની મારા સિવાય ક્યાં કોઈને ખબર જ છે....!!!!!
#માન