દિમાગ નું ના સાંભળીશ એ તો મતલબી છે ફક્ત ફાયદો જ શોધશે, પણ તારું દિલ કહે ને તો સમજજે કે...તને મારી સાથે પ્રેમ છે...
ભલે તૂ એમ કહે કે મારા રડવાથી ફર્ક નથી પડતો તને, પણ ક્યારેક હું રડતી હોઉં અને તારા આંખ ના ખૂણામાં થોડી પણ ભીનાશ આવે ને તો સમજજે કે.... તને મારી સાથે પ્રેમ છે...
ભલે મારા હોવા થી કે ના હોવાથી ફર્ક ના પડતો હોય તને પણ ક્યારેક હું ઉદાસ હોઉં અને તારા ચહેરા પર વિના કારણે ઉદાસી છવાઈ જાય તો સમજજે કે... તને મારી સાથે પ્રેમ છે...
ભલે તને ના ગમતું હોય મારો પ્રેમ જતાવવાનું પણ મારા msg થી કે status થી તને કઈ પણ ફર્ક પડતો હોય તો સમજજે કે... તને મારી સાથે પ્રેમ છે...
ભલે તને ના ગમે મારું status મૂકવું તો ગુસ્સો ના કરીશ હવે એ છોડી દઉં છું, હું મારી લાગણીઓ ફક્ત મારી કવિતાઓ મા ઉતારીશ. પણ જયારે તૂ online આવે અને અનાયાસે તારી આંગળી મારા નામ પર touch કરી જાય તો સમજજે કે.. તને મારી સાથે પ્રેમ છે...
આટલો બધો ગુસ્સો શેના માટે?? કે આટલો બધો અહમ પણ શેના માટે?? શું ખબર જિંદગી નો સાથ કેટલા સમય સુધી નો છે, પછી અફસોસ ના રહી જાય.. તો છોડી દે વારે વારે મારું દિલ દુખાવાનું.. વારે વારે મારી આંખ ના આંસુ નું કારણ બનવાનું.. અને પૂછી જો તારા દિલ ને કે... એને મારી સાથે પ્રેમ છે?????