માન મફતમાં નથી મળતું કમાવું પડે છે.
જિંદગી જોખમમાં નાખી કમાવું પડે છે.
ડોક્ટર,નર્સ ,પોલીસ અને સફાઈ કર્મી,
સેવા એવી તેમની કે માન આપવું પડે છે.
માન અપમાન ની પરવા કર્યા સિવાય કરે,
માનવતાની સેવા તેને માન આપવું પડે છે.
જોઈએ કોણ બુરી આદત છોડે ગુટકા કે,
પાનબીડી સિગારેટ તો માન આપવું પડે છે.
અદ્ભુત સેવા કરી છે ડર્યા વગર બધાની ,
ત્રણેય સેના સાથે કહે માન આપવું પડે છે.
#માન