ઈશ્વરે કોઈ મોટી ભવ્ય યોજના કરી લાગે છે,નહીં તો આખુવિશ્વ એકસાથે આમ ના અટકી જાય,
એને પણ આ વિશ્વ અધોગતિ પર ચાલ્યું જશે,અથવા તો પૈસા પ્રતિષ્ઠા હરીફાઈ અને આધુનિકરણ મા એટલું આગળ નીકળી જશે કે એમને સારા કે ખરાબ પરિણામ ની કોઈ ચિંતાજ નહી થાય બસ માણસ નવી નવી શોધોમાં આગળ નીકળવા માટે કુદરત સાથે ચેડા કરવા લાગ્યો ઈશ્વરે બનાવેલી આ દુનિયામાં એણે એની બુદ્ધિ નો ઉપયોગ કરી વિશ્વને ઉથ લાવવાની કોશિશ કરવા માંડ્યો,જ્યારે અતિશય બધું વધવા લાગ્યું ત્યારે ઈશ્વરે યોજના કરી ને આ કોરોના નામનો વાયરસ મોકલી વિશ્વને એક સાથે સ્થગિત કરી દીધું,જે માણસ ઘરમાં એક મિનિટ નહતો રહેતો એ આજે 30 દિવસ ગગરમાં રહેવા માટે મજબૂર થઈ ગયો પૈસા પાછળ દોડનારા આજે પોતાનો જીવ બચાવ પૈસા એક બાજુ મૂકી જીવવા માટે ઘરમા રહેવા લાગ્યા બસ હવે જીવન જરૂરિયાત ની વસ્તુ તોય બસ છે કોઈ વધારે ઘેલછા નથી બસ જીવવું છે.
આજે માણસ ફકત જીવવા માટે બધુંજ કરવા તૈયાર છે ઘરમાં રહે છે,બધી વસ્તુ વગર ચલાવે છે ઘરમાં બધા સાથે મનમેળ રાખવાનો પ્રયત્ન કરે છે કુટુંબ સાથે જીવે છે આ ઈશ્વરની ભવ્ય યોજના છે
કારણ જે ઈશ્વરને પણ એકલતા જોઈએ છે..ને એટલેજ આજે બધા મંદિરો બંધ છે કદાચ ઘણું બધું સારું થવાનું છે માટે ઈશ્વરે આ સંકેતો આપ્યા છે આપણે એનો સ્વીકાર કરવોજ રહ્યો.