આજકાલ હું સૂરજ ઉગે એની પહેલા કે એના સાથે ઉઠતો નથી,હવે મારી આળસ ઉડે ત્યારે ઉઠું છું.
આજકાલ હું સવારે ઉઠીને જલ્દીમાં Fresh થઈને બહાર ભાગાદોડીમાં નીકળી નથી પડતો,હવે તો આરામથી fresh થઈને બધા માટે ચા બનાવું છું,
બધાને જગાડું છું.
આજકાલ હું બસ કે ટ્રેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ધક્કામુક્કીમાં નથી ચડતો,હવે ઘરના બધા ખૂણાએ જઉં છું એ પણ સહેલાયથી.
આજકાલ હું કોઈનું કીધેલું કામ નથી કરતો અને કોઈના કહ્યામાં રહેતો નથી,હવે મનગમતું કામ કરું છું અને પોતાને સાંભળું છું.
આજકાલ હું રોડ પર કે બગીચાઓમાં જઈને Photography નથી કરતો,હવે મારી જ Selfie પાડું છું અને એ પણ અલગ અલગ Mood બનાવીને.
આજકાલ હું સમય પર જમતો નથી,હવે મને ગમતી વાનગીઓ બનાવીને મજાથી ખાઉં છું.
આજકાલ હું Newspaper, Whatsapp Msg નથી વાંચતો,હવે મારા સાહિત્યને વાંચું છું.
આજકાલ હું કોઈને મળતો નથી,હવે હાથમાં ચા ની પ્યાલી લઈને મારી જાતને મળું છું.
આજકાલ હું કોઈ જોડે બબાલ નથી કરતો,હવે મારા વિચારો અને લાગણીઓ જોડે મથામણ કરું છું.
આજકાલ હું કોઈને સલાહ નથી આપતો અને લેતો પણ નથી,હવે મારી જાતને સારા નરસાના પાઠ શીખવું છું.
આજકાલ હું કોણ સાચું છે કોણ ખોટું છે એ વિવાદમાં નથી પડતો,હવે હું મારી જાતને તપાસુ છું.
આજકાલ હું રાતે ચોકમાં જઈને મિત્રો સાથે ગપ્પા નથી મારતો,હવે ધાબા પર જઈને,ગીતો સાંભળીને,સ્મૃતિઓને વાગોળું છું.
આજકાલ હું મારા કામને કે શોખને પ્રેમ નથી કરતો,હવે જે લોકો મને પ્રેમ કરે છે એમને પ્રેમ કરું છું,સંભાળ કરું છું એમની.
ટૂંકમાં આજકાલ હું મારા સાથે જ રહું છું,મારા માટે જ જીવું છું,મને અને મારા લોકોને પ્રેમ કરું છું,મારી લાગણીઓને મહત્વ આપું છું બસ આજકાલ હું જીવું છું.
પણ આ બધું 'આજકાલ' 'કોરોના' તારા લીધે છે,સાચે ઘરમાં બંધ કરીને તે મને જીવતો કરી દીધો,ખૂબ ખૂબ આભાર તારો.
#કોરોના #લોકડાઉન #stayhomestaysafe
✍️પવન