Gujarati Quote in Thought by Dr.Avani Kadia

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાવારિસ ની જાણકારી

નામ : હું

ઉંમર: અંતરમન ના અહમ્ ના તેજ સંક્રમણ ના લીધે સેકન્ડ એ સેકન્ડ જુવાન બનતો હું

ઊંચાઈ: અખિલ બ્રહ્માંડથી દરિયાનું તળિયું

વજન: (અહમ્) ની n ઘાત

રંગ: કાટ પેપર પણ ઉજળું ના કરી શકે એવો કાટિયાલ ( બળી ને રાખ થશે પણ રંગ નઈ જાય)

રહેણાંક: વિશ્વ ના તમામ જે પોતાને મનુષ્ય જીવ સમજે છે ( તમામ નવજાત શિશુ સૂર્ય ચંદ્ર છે ત્યાં સુધી અસરગ્રસ્ત નહિ થઇ શકે એનો વૈજ્ઞાનિક પુરાવો )

ખોડખાંપણ:
ક્રોધાગ્ની માં હંમેશા તપતો,
"અહમ્ બ્રહ્માસ્મિ" માનનારો,
વાતે વાતે ઘવાયેલો લોહીલુહાણ,
મગજ અને લાગણી થી બેહરો અને આંધળો

બીમારી:
ભયાનક સ્વાર્થઘૂંટ પી ને લથડેલ અવસ્થામાં,
અરીસા માં અસંખ્ય પ્રતિબિંબરૂપી ચેહરા,
અવ્યાખ્યદિત પદ ની લાલસા,
પરિપકવ અહંકાર થી અસ્થિર.....

જેણે પણ મળે તેણે I without MY site પર "સ્વરૂપજ્ઞાન" નામ ના વ્યક્તિ સાથે આત્મ યોગ કરવો.. ધન્યવાદ 🙏🙏

- ડો.અવનિ કડિયા " અગ્નિ"🔥
24/4/2020

Gujarati Thought by Dr.Avani Kadia : 111418863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now