ભવ્ય મહેલો બનાવ્યા રેવા કાજે,પણ હ્દય માં સમાવી શકવાની ભવ્યતા ક્યાં ??
ભવ્ય હોટલો બનાવી જમવા કાજે,પણ પેટ ને ટાઢક આપી શકવાની ક્ષમતા ની ભવ્યતા ક્યાં ??
ભવ્ય વાતાનુકૂલિત સાધનો બનાવ્યાં,પણ પડ્યા ભેગા જ ઊંઘી શકવા ઊંઘ ક્યાં ??
ભવ્ય રમત ગમત ના સાધનો બનાવ્યાં,પણ માટી થી રમવાવાળુ બાળપણ કયા ??
વાહ!રે માનવ તારી ભવ્યતા,તે તો તને બનાવનાર ની ભવ્ય મૂર્તિ પણ ઘડી નાખી, અને એ મૂર્તિઓ માટે ભવ્ય મંદિર પણ બનાવ્યાં,વાહ!રે માનવ તારી ભવ્યતા.
-pandya Rimple
#ભવ્ય