જાત સાથે સેટિંગ કરવું અઘરું છે,
મોત માટે પેકીંગ કરવું અઘરું છે.
બીજા થી હોવ ભલે રૂબરૂ કાયમ,
પોતાની સાથે ડેટિંગ કરવું અઘરું છે.
ભલે બીજા માટે કાયમ રહો ઓનલાઈન,
હૃદય થી ચેટિંગ કરવું અઘરું છે.
આજે જમાનો છે મોંઘા મોલ નો.
સંતુષ્ટિ નું શોપિંગ કરવું અઘરું છે.