. *બંધન*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ફરમાઈશ કરે વહેવારમાં એવા સબંધ હોતા નથી,
પરાણે કોઈ પકડી રાખે, એવા બંધન ગમતા નથી.
સાચું સાચું કરી ખોટું કરે,એવા સબંધ હોતા નથી,
ના રહેવું હોઈ છતાં રાખે,એવા બંધન ગમતા નથી.
રાખે ખુદથી જ સ્વાર્થ, એવા સબંધ મે જોયા નથી,
હોઈ નહિ જે સબંધમાં પ્રેમ,એવા બંધન ગમતા નથી.
યાદ ના હોવા છતાં પાછું જવામાં ભલાઈ હોતી નથી,
એવી રીતે ગાંઠ ના છૂટે,તો સબંધના બંધન ગમતા નથી.
વિશ્વાસથી વિશ્વાસને ટકરવવાના સબંધ હોતાં નથી,
સાથે રહીને બીજા સારા લાગે,એવા બંધન ગમતા નથી.
સહન કરીને રહેવું, એવા સબંધના નિયમ હોતા નથી,
સબંધ પાક્કા હોવા છતાં બોલે નહીં,
એવા બંધન હવે ગમતા પણ નથી.
ફરમાઈશ કરે વહેવારમાં એવા સબંધ હોતા નથી,
પરાણે કોઈ પકડી રાખે, એવા બંધન ગમતા નથી.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD