આ સજીવ પુસ્તકો, હા એ સજીવ છે.
તમારી લાગણીઓને જો હચમચાવે છે.
જે માત્ર અક્ષરો દ્ભારા રડાવી પણ જાય,
અને તમને ખડખડાટ હસાવી પણ જાય.
જીવનના તમામ પાસાઓને સ્પર્શી જાય,
અને વગર બોલ્યે સલાહ પણ આપી જાય.
કયારેક તમારી કડવી સચ્ચાઈ બતાવી જાય,
તો કયારેક પ્રેમની લહેરખી પણ ફેલાવી જાય.
આ સજીવ પુસ્તકો, હા એ સજીવ છે.
_Rashmi