Gujarati Quote in Blog by JAYDEV PUROHIT

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મસ્ત સ્પેશ્યલ - જયદેવ પુરોહિત"

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

🦁ગુજરાત : મોઢું સોહામણું ને સોળે શણગાર🦁

આપણું ગુજરાત વિવિધતાથી છલોછલ છલકતું મલકતું છે. કામઢાના ક થી લઈને જ્ઞાનના જ્ઞ સુધીની બારાક્ષરી ગુજરાત ક્ષણે ક્ષણે જીવે છે . ચાંદ પર જઈને જુઓ કે નજીક આવીને જાણો અમારી ચમક નોખી અનોખી ને અનેરી છે. અદકેરી છે. ગુજરાતનો ઈતિહાસ સંસ્કાર, સભ્યતા અને સાહસનો પરિચય છે તો વર્તમાન પરમાર્થ, પરિશ્રમ અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાત કયારેય ઘરડું નહિ થાય. ગુજરાત કયારેય ધ્વસ્ત નહિ થાય. ગુજરાત કયારેય નમાલું નહિ થાય. ગુજરાતી લોકો ગુજરાતને રોજ ઓક્સિજન આપે છે. અને ગુજરાતનું અસ્તિત્ત્વ એ સમગ્ર દેશ માટે સંજીવની છે. આપણી માણસાઈની પારસમણી ઘણાએ ચાખી છે, ઓગાળી છે, અને પચાવી પણ છે. અહીંની માટીમાં માનવતાની લાકડી અને ચારિત્ર્યના તાંદુલની કૂંપણો ક્ષણે ક્ષણે ફૂટે છે.

ગરીબાઈની તિરાડમાંથી સંસ્કારોની સરિતા આજે પણ અવિરત કૂદકા મારે છે. ખુમારીમાં દાનવીરતાનો સરવાળો કરો એટલે......

વાંચો ગુજરાતી હોવાનું સ્વમાન છલકી ઉઠે એવો લેખ...👇🏻

https://jaydevpurohit.com/the-colorful-gujarat/

- જયદેવ પુરોહિત jp

Gujarati Blog by JAYDEV PUROHIT : 111418047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now