પાંચીકા રમતી'તી દોરડા કૂદતી'તી
જુલતી'તી આંબલીયા ની ડાળે
ગામ ને પાદર જાન એક આવી
ને મારુ બચપણ ખોવાય ગયું એજ દાડે
મધ મીઠા મહુડા ને ઝાડ તળે બેસી ને
લખતીતી દાદા ને ચિઠ્ઠી
આ લખવાનું લીખીતન બાકી હતું
ને મારે અંગે ચોળાય ગઈ પીઠી
આ આંગણા માં હોકળીયા પાડતા
બે હાથ આજ ભીંત ઉપર લાલ થાપા પાડે
ને મારુ બચપણ ખોવાય ગયું એજ દાડે
Good evening all my friends 🌹🌹🌹🌹🌹