#આનંદ
જન્મ એ આનંદનો અવસર છે.
એ પછી જન્મ પશુ,પક્ષી , ફળ, ફૂલ કે મનુષ્ય કે પછી કુદરત ઇત્યાદિનો હોય.
માતાનો ચહેરો ગર્ભ રહેતા જ ખીલી ઊઠે છે.
માળીનો ચહેરો ફળફૂલનાં છોડ પર કળી બેસતા જ ખીલી ઊઠે છે.
રોજ નવી જન્મેલી તાજી તાજી કૂંણી ઊગતી સવાર સંગ દરેક છોડ પર ઝાંકળ જોવા મળે છે ને સૂરજ દાદા પણ જન્મ લે છે ને નભને અલગ રંગોથી શણગારે છે ત્યારે સવાર ખીલી ઊઠે છે.
આથમતા સૂરજે મેઘધનુષી રંગોમાં સાંજ ખીલીઊઠે છે ને ચાંદામામાની સાથે ટમટમતા તારલાંઓનાં આગમનથી ઘનઘોર કાળી રાત ખીલી ઊઠે છે.
આવા આનંદની તોલે દુનિયાનાં બધા આનંદ ફિક્કા ભાસે છે મને તો .. તમારું શું માનવું છે?
#આનંદ
નિશીતા પંડ્યા