ગઈ કાલે ઇરફાન ખાન આજે કુન્દનિકા કાપડિયા અને ઋષિ કપૂર દુનિયા છોડી ગયા .
સાહિત્ય અને કલા જગત ને આઘાત નાં જટકા !
કુન્દનિકા કાપડિયા રચિત એક સુંદર પ્રાર્થના, એટલી સરળ છતા ગહન ને ફરી ફરી મમળાવવા જેવી છે. ધર્મ કે સંપ્રદાય ગમે તે હો સૌને ગમે તેવી રચના. કેટલાય ગુજરાતી ઘરોની દિવાલો પર છબીમાં અંકાયેલી આ પ્રાર્થના જોવા મળશેં .
હે પ્રભુ:
સંજોગો વિકટ હો ત્યારે’ય સુંદર
કેમ જીવવું તે મને શીખવ
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય
ત્યારે શાંતિ કેમ રાખવી તે મને શીખવ
કઠોર ટીકા ને નિંદા નો વરસાદ વરસે ત્યારે
ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ
પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે
તટસ્થ કેમ રહેવું તે મને શીખવ
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રદ્ધા ડગુમગુ થઇ જાય, મન
નિરાશાની ગર્તામા મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય ને શાંતિથી, તારી ક્રુપાની
પ્રતીક્ષા કેમ કરવી તે મને શીખવ .
- કુન્દનિકા કાપડિયા
🌹🙏🏻🌹