કોની કેવી છે તે ખબર નથી પડતી નિયત.
માનવી ના વાણી વર્તન થી ઘડાય નિયતિ.
નીતિમત્તા કે નિયત ને કોણ માને છે આજ,
જીવનમાં સારું કરો થાય સારું એ નિયતિ.
કરેલા કર્મ , કરાતા કર્મ ને આધીન હોય છે,
જેનો જન્મ તમારી જિંદગીમાં એ નિયતિ.
બહુ હરખ અફસોસ ના કરવો જિંદગીમાં,
જે મળે તેને સ્વીકાર અનિલ એ છે નિયતિ.
#નિયતિ