હું તારી સાથે...
રાત...વાત...ને ... મુલાકાત...
દિવસભર થાકવાનું અને રાતે તારી સાથે બેસવાનું. આમ રોજ રાતે તને મળવાનું અને આંખો બંધ કરી “તું અહીં જ છો ” એવું feel કરવાનું....
રાત પછી એમની રીતે આગળ ચાલે ને હું ત્યાં જ થંભી જઉં, બેઠો રહું, વિચારું, તને મળું, તારી સાથે વાતો કરું... કારણ કે, આ રાત મને ગમે છે.. એમાં પણ તારી વાત મને ગમે છે.
ખબર છે કે આ વિચારોની મુલાકાત છે. મેં જ વિચારેલી તારી સાથેની આ મિટિંગ છે. છતાં એમાં આપણે બંને મળ્યાનો અહેસાસ છે. કાળા ડિબાંગ અંધારામાં પણ જયારે બે પાંપણો વચ્ચે તારું વાદળ બને ત્યારે એ અંધારું પણ મને ગમે છે. મજા તો એ વાતની છે કે, લોકો ચાંદ જોઈને કોઈને યાદ કરવામાં પડ્યા હોય ત્યારે હું તો અંધારામાં તને મળી લઉં છું. ક્યારેક ચાંદ વિનાની રાત મને ખૂબ ગમે છે... કારણ કે, મને તારી વાત ગમે છે... આપણી મુલાકાત ગમે છે...
કયારેક તો એવું પણ થાય કે આ રાત પકડીને રાખું... પરંતુ પછી એ પણ યાદ આવે કે તને અને મને બંધન પસંદ નથી. અને આવી રાતો પણ ક્યાં ખૂટી જવાની છે???
રાત આવશે... વાત આવશે.. મુલાકાત લાવશે..
- જયદેવ પુરોહિત jp