લક્ષ્મીની આવી મૂર્તિ કરાવે છે ઘરમાં ધનલાભ, તમારા ઘરે નથી તો શુક્રવારે લઈ આવો
લક્ષ્મી ધન અને સુખની દેવી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય. બધા જ કોઈ ન કોઈ રૂપમાં લક્ષ્મીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવા ઈચ્છે છે. તસવીર હોય કે મૂર્તિ, લક્ષ્મી કોઈ ન કોઈ રૂપમાં બધાના ઘરમાં મોજૂદ હોય છે. મોટાભાગના લોકો નથી જાણતા કે લક્ષ્મીની કઈ પ્રતિમા તેમના માટે શુભ છે. લક્ષ્મીની કઈ મૂર્તિ તમારા ઘરે સુખ-સમૃદ્ધિ લાવી શકે છે. જો તમારા ઘરે લક્ષ્મીની મૂર્તિ ન હોય તો તમે કોઈ પણ શુક્રવારના તમારા ઘરે લક્ષ્મીની મૂર્તિ લાવીને સ્થાપના કરી શકો છો.
શાસ્ત્રો મુજબ, ધન સંબંધી જરૂરિયાતોની પૂર્તિ માટે મહાલક્ષ્મીની પ્રસન્નતા જરૂરી છે. જે ભક્તો પર મહાલક્ષ્મીની કૃપા રહે છે તેમને જીવનમાં ક્યારેય ધન સંબંધી પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો. મહાદેવીને પ્રસન્ન કરવા માટે દરરોજ તેમનું વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. તેની સાથે જ જે ઘરમાં મહાલક્ષ્મીની સોના અથવા ચાંદીથી બનેલી મૂર્તિ હોય છે ત્યાં પણ ગરીબીનો વાસ નથી થતો.
રૂપિયા સાથે જોડાયેલી પરેશાની દૂર કરવા માટે મહાલક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે અને આ જ કારણે તેમની પૂજા કરવાથી ભક્તો પર પણ ધનની દેવીની વિશેષ કૃપા રહે છે. ઘરમાંથી ગરીબી દૂર કરવા અને ધનવર્ષા કરાવવા માટે દરેક વ્યક્તિએ ઘરના મંદિરમાં મહાલક્ષ્મીની સોના અથવા ચાંદીથી બનેલી મૂર્તિ જ રાખવી જોઈએ.
શા માટે મહત્વપૂર્ણ છે સોના અથવા ચાંદીની મૂર્તિ
જે ઘરમાં સોના અથા ચાંદીથી બનેલી મહાલક્ષ્મીની મૂર્તિ હોય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે. સાથે જ ભક્તોએ વિધિપૂર્વક તે ચાંદી અને સોનાની મૂર્તિની પૂજા કરવી જોઈએ. સોનું સુખ-સમૃદ્ધિનું પ્રતીક છે અને ચાંદી મહાલક્ષ્મીનું પ્રિય ધાતુ માનવામાં આવે છે. એટલે તેનાથી બનેલી મૂર્તિની પૂજા કરનાર શ્રદ્ધાળુ ક્યારેય પણ દરિદ્રતાનો સામનો નથી કરતા.
જો સોના અથવા ચાંદીની મૂર્તિ ન લાવી શકતા હોવ તો આ ધાતુની મૂર્તિ લાવો
જો તમે સોના અથવા ચાંદીની મૂર્તિ નથી લાવી શકતા તો પીતળની મૂર્તિ પણ ઘરના મંદિરમાં સ્થાપિત કરી શકાય છે. મૂર્તિઓ માટે આ ધાતુ પણ શુભ માનવામાં આવે છે. કાયમ મંદિરમાં પીતળની પ્રતિમાઓ હોય છે. તમે આ મૂર્તિઓની સેવા કરીને પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો.
આગળ વાંચો, કેવી હોવી જોઈએ લક્ષ્મીની મૂર્તિ...
આવી હોવી જોઈએ લક્ષ્મીની મૂર્તિ
- માતા લક્ષ્મીની મૂર્તિ કમળના ફૂલ પર બિરાજેલી હોવી જોઈએ.
- મૂર્તિના હાથમાં ધનનું કળશ, કમળ ફૂલ, શંખ અને એક હાથ આશીર્વાદની મુદ્રામાં હોવો જોઈએ.
- મૂર્તિ હાથના અંગૂઠાથી મોટી ન હોવી જોઈએ.
- મૂર્તિની સાથે જો ગણપતિની મૂર્તિ હોય તો વધુ સારું માનવામાં આવે છે.
- ઘરના મંદિરમાં શ્રીયંત્રની સ્થાપના પણ કરો.