Gujarati Quote in Story by Deeps Gadhvi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડા દિવસો પછી એક કવિરાજ(ગઢવી)એ રાજાને ત્યાં આવે છે જયપુર થી દિકરાનું માંગુ લઇને એ રાજન ની દિકરી સાથે,રાજન એ કવિરાજ ને આવકારો આપે છે અને એ માંગાને સ્વીકાર કરે છે,રાત્રે ભોજન બાદ ડાયરાનું આયોજન થાય છે,કવિરાજ ખુબ થાક્યા હોય છે એટલે એ જયપુર જવાને બદલે ત્યાં રોકવાનો નિર્ણય કરે છે અને સવાર થતા એ કવિરાજ જયપુર માટે પ્રસ્થાન કરશે,
પરંતું રાજને ભુતકાળ ની વાતો કવિરાજ ને કરી અને કવિરાજ કહે જો એવું હોય તો હું જરુર રોકાઇ હું પણ જોવું આવા સરસ રાજ્યમાં આવું દેત્ય જેવું કુત્ય કોણ કરે છે,
રાજન કવિરાજ ને ખુબ વિનંતિ કરી ને ના પાડે છે રોકાવાની અને કવિરાજ જીદ પકડિને બેઠા ત્યાં રોકાવાની,
અંતે રાજને હા પાડિ રોકવાની અને કવિરાજ ને કિધું કે જો તમે જીવીત સવારના ઉઠો અને એ કોણ એનો પતો લગાડિ આપો તો હું રાજન તમને દસ ગામ ભેટમાં આપુ, એ કવિરાજ હા ભલે રાજન કહિને સયનકક્ષ માં જાય છે અને આરામ કરે એની પેલા ચારેય કોર નજર કરે છે અને કટાર બાજું માં રાખીને સુવાની તૈયારી કરે છે એવામાં એક પેટારા માથી માંકડ નું ટોળું ધીમે ધીમે કવિરાજ ના ખાટલે આવે છે,અને કવિરાજ સમજી ગયા કે અગાવ જેટલા ખુન થયા એ કોઇ માનવનું કામ નહિં પણ આ અસુરી માયા માંકડ નું કામ છે,
માંકડ એક ઘર માં આવી જાય એટલે એમાથી અસંખ્ય માંકડો ઉત્પન થાય અને એ રાત્રી ના સમયે બહાર અવતા હોય છે અને પરોઢિયે એ બધા ચાલ્યા જાય છે,
કવિરાજ ખાટલા માં સુવાને બદલે ગઢની છત પર સુતા હતા,
સવાર પડ્યું ને રાજન કવિરાજ ને જગાડવા આવે છે અને કવિરાજ ગઢની છત થી નીચે ઉતરે છે,
અરે કવિરાજ તમે ગઢની છત પર કેમ સુતા હતાં,
રાજન એક અસુરી મારા તમારા ઘરમાં ઘર કરી ગય છે અને એ જ બધાનું ખુન કરે છે,
અસુરી માયા તે વળી કય કવિરાજ...???
એક કેરોશીન ભરેલું ડબ્બો આપો એટલે હું એ અસુરી માયાને ભસ્મીભૂત કરી નાખુ,અને તમારા ગઢમાં હવે પછી આવું નહીં થાય એની જવાબદારી પણ આપું,
કવિરાજે કેરોશીન લયને એ પટારાને સળગાવી નાખ્યો અને એ દિવસે ફરી કવિરાજ ત્યાં રાતવસો કર્યો અને એ સયનકક્ષ માં આખી રાત સુતા અને બીજે દિવસે રાજને કવિરાજ ને જગાડ્યા અને સવાર નુ ભોજન ગ્રહણ કરે છે અને રાજન વાહ કવિરાજ વાહ કવિરાજ કહિને સબાસી આપે છે અને દસ ગામ ભેટ માં આપવાનું એલાન કરે છે ત્યાં કવિરાજ બોલ્યા કે હું જયપુર નો મહાકવિ તમારે ત્યાં અમારા કુંવરનો સંબંધ કરવા આવ્યો છું અને જો તમને એ સંબંધ સ્વીકાર હોય તો દિકરીના ઘરનું દાન મારાથી ના લય શકાય રાજન,માટે આપ આગ્ના આપો તો હું જયપુર તરફ પ્રસ્થાન કરુ,
કવિરાજ આવ્યા છો તો લગન નું મુર્હત પણ લેતા જાવ અને કુંવર ની જાન જોડિને આવી જ જાવ,
મહારાજે બ્રહ્માણો ને બોલ્યા અને સારુ એવું મુર્હત કાઢી ને રાજન ને જણાવ્યું કે અખાત્રીજ પછી બધા મુર્હત સારા અને શુભ છે માટે આપ લગ્ન ની તૈયારી કરી શકો છો,
કવિરાજ મારતા ઘોડે જયપુર પહોચ્યા અને જયપુર મહારાજને લગ્ન ની તૈયારીઓ કરવાનું કિધું અને અખાત્રીજ પછી જાડિ જાન લયને જયપુર થી નીકળ્યા અને મુર્હત ની પેલા પહોચીને ખાનપાન માન સમ્માન અને આદરતાથી આવકરો આપ્યો અને એ આખી જાને રાતવસો આપ્યૉ અને...
#કિંમત

Gujarati Story by Deeps Gadhvi : 111410542
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now