રાતો ની રાતો જેમની જોડે વાતો કરી તમે જાગ્યા હોઈ, હરેક ક્ષણે તમે એની સાથે હોઈ, એક ખંભો તમે બન્યા હોઈ એના માટે, એ વ્યક્તિ તમારી સામે દિલ ખોલીને રડી હોઈ અને તમે આ બધું અનુભવતા હોઈ....
એ માણસ જ્યારે બીજો સહારો શોધીલે ત્યારે તમારી અહેમીયત પણ નથી રહેતી. તમે કદાચ એના માટે એક પેપર છો જે નો ઉપયોગ કરી ફેંકી દેવામાં આવે છે. આ ઘટના કેટલી સાચે છે કે ખોટી છે એનું મૂળ ન શોધતા. આ ઘટના ત્રણ વર્ષનો અનુભવ છે, અનેક રાતોના ઉજાગરા છે. અનેક દિલાસા છે, અનેક આંસુ છે, માત્ર આ ઘટના નથી....
એક સમય આવે અને સંબંધમાં થોડોક વિશ્વાસ રહી ગયો હોય ત્યારે તમે એને રૂબરૂમાં મળવાની કે એની જોડે બેસી અનેક વાતો કરવાનું વિચારો, તમે એ જગ્યા પર છો એને જાણ છે, છતાં એમની પાસે સમય ન હોઈ તો તમે શું કરી શકવાના...???
આ શબ્દો, વાક્ય અને પ્રસંગ એક વીતી ગયેલ કાલ છે. અનુભવ માણસને મજબૂત બનાવે છે અને માણસની પરખ કરાવે છે. બસ મેં એ જ અનુભવ કર્યો છે. આ જ લખવાનું થોડું મૂળ થયું તો લખી નાખ્યું છે. વાંચવા વાળા વાંચી પણ લેશે. કદાચ એ પણ મૌન હશે જ્યારે આ શબ્દો એમની પાસે પહોંચશે ત્યારે......
મનોજ સંતોકી માનસ