*સાહિત્ય ની વાત*
સરોવર પાસે થી એક કવી નીકળે છે, હંસલાઓ ને કવી એમ કહે છે કે તમે જે મોતી નો ચારો ચરો છો એ બઁધ કરી ને કંઈક બીજો ખોરાક ખાવા મંડો. હંસલા કહે કેમ?? કવી કહે છે કલયુગ આવી ગયો છે.
"કશ ખૂટે કલયુગ તમારા હળવા થાશે હવાલ,
મોતી ખૂટે મરી જાસો માનસર કેરા મરાલ"
હે માનસરોવર કેરા હંસલા તમે તમારો ખોરાક બદલી નાખો, કલયુગ ચારેય પગે આવી ગયો છે, ત્યારે હંસલા ખુબ સુંદર જવાબ આપે છે કવી ને,
"કશ ખૂટે કલયુગમાં કવિયા હાવ ના મરા,
જા મુખ મોતી નીપજે તા ઘર પેટ ભરા"
જેના મોઢા માંથી મોતી જેવા વેણ નીકળતા હશે ને એવા માઢૂડા ને ઘરે વયા જશુ, અને વાતેય સાચી છે સાહેબ એવી મીઠી વાતું દવા અસર ના કરે ત્યાં એના શબ્દો અસર કરે એવા મનના અને મોઢાના મીઠાં માનવી.
વેણ એવુ બૉલૉ સાહેબ કોઈની પીડા ભુલાઈ જાયઃ એવુ ન બૉલૉ કે દુઃખ તાજું થઇ જાયઃ.
jigna.r.rabari.