શું જન્મ ફક્ત આત્માજ લેછે, અરે આ જગતમાં જે પણ આવે છે તે કોઈના કોઈરુપે જન્મ તો લેજ છે,પછી પશુ પક્ષી જીવ જંતુ માનવ કે દાનવ,
પણ મનુષ્ય જન્મનું એક અનેરું મહત્વ છે..કારણ કે માણસ એક સામાજીક પ્રાણી છે અને સમાજ સાથે જોડાયેલું છે,તે સંબંધો અને ભાવનાઓ સાથે ગુથાયેલ છે..અને બાળકના જન્મની સાથે ભાવના આશા સપના પણ જન્મ લે છે , તો સંસ્કાર અને માનવતા પણ લે છે, પરંતું ખરાબ પરવરીશ જન્મ આપે છે લાલચ,લોભ હીંસા, ક્રોધ, અને ગુન્હા ખોરીને, માટે કહેવામાં આવ્યું છે કે એક માઁ બાળકને માત્ર જન્મજ નથી આપતી પણ તે તેની સારી પરવરીશ પણ કરે છે. જો મા બાળકને નીડરતા ની સાથે દયા કરુણા પ્રેમ સદભાવના ક્ષમા
અને સ્વાભીમાનના પાઠ ભણાવશે તો જન્મ લેશે માનવતા, નહીતર હેવાનીયત.
#જન્મ