બાહ્ય સ્પર્ધામાં નીવડેલા અમુક વિજેતાઓ જીવનની નીતિમત્તા નથી જાળવતા હોતા. જેમકે, કોઈ ડૉક્ટર જાતિપરીક્ષણ કરે, કોઈ વકીલ અપરાધીનો સાથ આપે, કોઈ સી.એ બેનામી આવક દર્શાવે, કોઈ શિક્ષક અયોગ્ય વિદ્યાર્થીને વગર પરીક્ષાએ ઉતીર્ણ કરે અને આવા ઘણા બધા ડિગ્રીધારીઓ પોતાના આર્થિક હેતુના સ્વાર્થ માટે સમાજના દુશ્મન બને છે જેને આપણે કાગળ પર ઉંચો બુદ્ધિમતા આંક દર્શાવવા પર તેજસ્વી માનીએ છીએ.
સાચો તેજસ્વી માનવી એ જ છે કે જે મુશ્કેલ સંજોગોમાં પણ જીવનના મૂલ્યોને જાળવી રાખી પોતાનું જીવન બીજાને સમર્પિત કરે, જે નિડરતાપૂર્વક જીવનના સંઘર્ષોનો સામનો કરી વિજયી બને તે ખરા અર્થમાં શૌર્ય એટલે કે તેજસ્વીના ગુણને સાર્થક કરે છે.
જેઓ ઉંચા બુદ્ધિમતાના આંક સાથે જીવનના મૂલ્યોને સાર્થક કરે તો તેઓ સમાજ માટે સોનામાં સુંગધ ભળવા જેવું કાર્ય કરતા હોય છે.
#તેજસ્વી