એક મઝેદાર વાત યાદ આવી. એક ટાલિયો માણસ વડના ઝાડને છાયે સૂતો હતો. ઉપરથી બે ટેટા પડી તેના માંથે વાગ્યા. તે કહે હે પ્રભુ, તને આવા પવનમાં પડતા ટેટા વડ પર ઉગાડવું ક્યાં સૂઝ્યું? પ્રભુ કહે પાડ માન મારો કે મેં આખા તરબૂચ એ વડ પર નથી ઉગાડ્યા. એ પડે તો તારું શું થાત?