Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગવાનની ભક્તિ આપણને હરેક પરેશાનીથી બચાવે છે અને સૌભાગ્યમાં વધારો કરે છે. ભક્તિ માટે કોઈ વિશેષ સ્થાન પણ જરૂરી નથી હતું પણ આ.જકાલ માનસિક તણાવની પરિસ્થિતિ હોવાથી કોઈ ધાર્મનિક સ્થળ પર પણ મન એકાગ્ર કરવાની ભક્તિ કરી શકાય છે. ઘણા લોકો દરેક મંદિર નથી જઈ શકતા એવામાં ઘર પર જ ભગવાનનું ધ્યાન-પૂજન-અર્ચન કરે છે.

ઘરમાં પૂજા સ્થળ અથવા મંદિર હોવું જરૂરી છે. આથી ઘરમાં સુખ-શાંતિ તો મળે છે. સાથે જ ઘરમાં ધન-સંપત્તિ પણ રહે છે. પૂજા સ્થળ જો વાસ્તુ અનુસાર હોય તો વધારે શુભ ફળ આપે છે. ઘરમાં પૂજા સ્થળ બનાવો એ સમયે આ વાતો પર વિશેષ ધ્યાન આપો.

- પૂજા સ્થળની ઉપર ઘૂમ્મટ ન બનાવો અને જો બનાવો તો સાફ રાખો. કોઈ ગંદી વસ્તુ કે કરડા ત્યાં ન રાખો.

- પૂજામાં મૂર્તિઓ વધારે ન રાખો. આ વાતનું વિશેષ ધ્યાન રહે કે ગણેશ, લક્ષ્મી અને સરસ્વતિની મૂર્તિઓ ઉભી સ્થિતિમાં ન હોય.

- પૂજા સ્થળનો ઉપયોગ ધ્યાન, સંધ્યા કે યોગ માટે પણ કરી શકાય છે. આ સ્થાનને શાંત રાખો. આછો પ્રકાશ આપે તેવો બલ્બ રાખો. અંધારું તથા ગરમી ન રહે તે ધ્યાનમાં રાખો. જ્યારે પણ આપનું મન અશાંત હોય, ત્યારે તમે અહીં આવી અને નવી ઉર્જા પામી શકવા જોઈએ.

- જો પૂજા સ્થળ માટ પૈસા કે જગ્યા ન હોય તો કોઈ દિવારને સહારે અઢી-ત્રણ ફૂટની ઉંચાઈ પર સાદો પત્થર રાખીને ત્યાં પૂજા સ્થળ બનાવી લો. થઈ શકે તો તેને સાદા પડદાથી ઢાંકી દો.

- ઘરમાં પર્યાપ્ત માત્રામાં જગ્યા ન હોય તો પૂજા ઘર રસોઈ ઘરના ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ)માં પણ બનાવી શકાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111402145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now