ચારેબાજુ વિશ્વ માં આજે શૂન્યતા કેમ દીસે છે !!!
આટલા સુખ સાધન વચ્ચે પણ આવી એકલતા કેમ દીસે છે !!!
આપ્તજનો વચ્ચે પણ મન માં આવી શૂન્યતા કેમ દીસે છે!!!
વડીલો ની હૂંફ વચ્ચે પણ આજે એકલતા કેમ દીસે છે ?
પ્રશ્ન આ ઘેરાયેલો છે આ મારા મન
ની મનોવ્યથા નો ...
પોતાના લોકો ને અનુભવવા છતાં
મનમાં આ શૂન્યતા કેમ દીસે છે !!
બધાં પોતાની પરેશાની થી ઉલઝેલા આમ આકળા કેમ દીસે છે!!
વિચારતા આમ તો લાગે કે વિશ્વ વ્યવહાર માં જ શૂન્યતા છે..
તેથીજ અસી જીવન તને શૂન્ય અને શૂન્યતા ભરેલું દીસે છે!!!
#શૂન્ય