Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કપૂરની નાનકડી ટિકડી પાર પાડી દેશે મોટા મોટા કામ,બુધવારઅજમાવો આ સરળ ઉપાય

દરેક ઘરમાં જોવા મળતી સફેદ કપૂરની ટિકડીમાં અપાર શક્તિ છુપાયેલી છે. પૂજા-પાઠ ઉપરાંત તાંત્રિક ક્રિયાઓમાં પણ કપૂરનો ઉપયોગ થાય છે. તાંત્રિક વિધિઓમાં આત્માનું આહવાન કરવામાં કપૂરનો જ ઉપયોગ કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં બુધવારના દિવસને પણ ખાસ માનવામાં આવે છે. આ દિવસ ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે, તેમાં પણ જો કપૂરના કેટલાક પ્રયોગો આ દિવસે કરવામાં આવે તો સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તો જાણી લો કેવી રીતે કરવા આ ઉપાયો.

– સૌભાગ્ય વૃદ્ધિ માટે 12 સાબુદાણાને કપૂરથી સળગાવી દેવા.

– શનિ કૃપા મેળવવા માટે શનિ યંત્રનું નિર્માણ કરી કપૂર બાળી તેને ધારણ કરવું.

– ઘરમાં યંત્રની સ્થાપના કરી અને તેની પૂજા કરી કપૂરથી દીવો કરવો. આ ઉપાયથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે

– ઘરમાં પૈસાની બચત થતી ન હોય તો સૂર્યાસ્તના સમયે ઘરમાં કપૂર અવશ્ય સળગાવવું. ઘરના દરેક રૂમમાં તે દીવો ફેરવવો અને પછી તેને મંદિરમાં રાખી દેવો.

– સંધ્યા સમયે ઘરના બેડરૂમમાં કપૂર પ્રગટાવવાથી રોગ-શોક દૂર થાય છે.

– ગંગાજળમાં કપૂર ઉમેરી અને ઘરના મુખ્ય દરવાજા પર છાંટો, તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111399303
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now