ખરેખર આશ્ચર્ય એ વાતનું છે કે શા માટે આપણે આટલા બધા ધાર્મિક હોવા છતાં નૈતિક કેમ નથી?
નૈંતિકતા વગરની ધાર્મિકતા તો બંધિયાર ખાબોચિયામાં ભરેલા પાણી જેવી છે,
જે સુખ સંસારી ન ભોગવે એ જ સન્યાસી ગણાય, છતાં આઈ ફોન વાપરવવાળા તમારા ગુરુ હોય તો તમારું ભણતર આશ્ચર્યજનક છે.
શા માટે વ્યાસપીઠ ઉપરથી હંમેશા દાન જ કરવાનું કહેવાય છે, ક્યારેક ટેબલ નીચેથી પૈસા ન લેવાનું પણ કેહવું જોઈએ, આધ્યાત્મિકતા અને તાર્કિકતા ને જોડવાની વાત થવી જોઈએ,
શા માટે આપણે તાર્કિકતામાં નથી માનતા?
ક્યારેક આશ્ચર્યજનક વિચાર આવેછે કે પેન થી માંડીને પ્લેન સુધી મા આપણે શેની શોધ કરી?
શા માટે કોઈ ઈનોવેશનની વાત આવે તો માત્ર ભવ્ય ભૂતકાળ વાગોળીને પરાણે તૃપ્ત થઈ જઈએ છીએ?...
#આશ્ચર્ય