આયુર્વેદ અનુસાર જ્યૂસ પીને પણ ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે આયુર્વેદિમાં જ્યૂસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રાકૃત્તિક ચિકિત્સામાં પણ પસાહારને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તેમાં અલગ-અલગ ફળો અને શાકભાજીનો રસ દેવામાં આવે છે.
કારેલા, જાબુ, દૂધીના જ્યૂસમાં સ્વાદ નથી હોતો પણ તેના જ્યૂસ પીવાથી વધારે ફાયદો થાય છે. આવો જાણીએ જ્યૂસ થેરાપીના કેટલાક સ્પેશિયલ રાજ જાણવાથી કરી શકો છો આપ આ બીમારીઓનો ઈલાજ...
લોહીની ઓછપ – પાલકના પાનનો રસ, મોસમ્બી, દ્રાક્ષ, સફરજન, ટમેટા અને ગાજરનો રસ લઈ શકાય છે.
ઓછી ભૂખ લાગવી – લીંબુ, ટમેટાનો રસ લો.
તાવ – મોસમ્બી, ગાજર, સંતરાનો રસ લેવો જોઈએ.
એસીડિટી – મોસમ્બી, સંતરા, લીંબુ, અનાનસનો રસ લો.
કૃમી રોગમાં – લસણ અને મૂળીનો રસ પેટના કીડાને મારી દે છે.
ખીલમાં – ગાજર, તરબૂચ અને ડુંગળીનો રસ લો.
કમળો – શેરડીનો રસ, મોસમ્બી અને દ્રાક્ષનો રસ દિવસમાં ઘણીવાર લેવો જોઈએ.
પથરી – કાકડીનો રસ લો.
ડાયાબિટીસ – આ રોગમાં ગાજર, કારેલા, જાબું, ટમેટા, કોબી તથા પાલકનો રસ પી શકાય છે.
અલ્સર માં – ગાજર, દ્રાક્ષનો સર લઈ શકાય છે. કાચા નારિયેળનું પાણી પણ અલ્સર સારું કરી શકે છે.
માસિક ધર્મની પીડામાં – અનાનસનો રસ લો.
કબજીયાત – અપચામાં લીંબુનો રસ, અનાનસનો રસ લો, આરામ મળશે.
હાઈબ્લડપ્રેશર – ગાજર, સંતરા, મોસમ્બીનો રસ લો.
લો-બ્લડપ્રેશર – દ્રાક્ષ અને બધા મીઠા ફળનો રસ લઈ શકાય છે.