કોરોના વાયરસ કોવિડ-19 ની પરિસ્થિતીમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના હિતમાં નિર્ણય
▪️આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળા ફી વધારો કરશે નહી
લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફી ની વસુલાત માટે કોઇ ઉતાવળ નહી કરે કેટલું જ નહિ, વાલીની આર્થિક સ્થિતી અને અનુકૂળતા સગવડ મુજબ જરૂર જણાયે ૬ મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે.ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે.
■ ધોરણ-૧૦ અને ૧ર ની બોર્ડની પરિક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી તા. ૧૬ એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે
આ કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતિ સોશિયલ ડીસ્ટન્સીંગ નોમ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે, તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં વધારાના ઓરડાઓની વ્યવસ્થા પણ આ હેતુસર કરવામાં આવશે.
■ રાજ્યની કોલેજો અને યુનિર્વસિટીઝમાં તા. ૧પ એપ્રિલથી ૧૬ મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
કોલેજો-યુનિર્વસિટીઓની પરિક્ષા બાબતે હવે પછી યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરવામાં આવશે.આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ યુ.જી.સી.ના પરામર્શમાં રહી નિર્ણય કરાશે