વાત એનાથી હું રોજે રોજ કરૂં કામ છે ગઝલ,
એમ જેને ખાનગી મારો હું કહું ઠામ છે ગઝલ.
કોઇ વેળાએ મુલાકાત હું કરી લઉ છું ખુદથી જ,
મેં ગુજારી જાત સાથે હરઘડી શામ છે ગઝલ.
છે સમજથી દુર ઘણું સમજી શકો જો મને હવે,
ગઝલ હું જ છું જરા સમજો, એવું નામ છે ગઝલ.
કહું શું ! હું એના વિશે એને હું પણ ક્યાં કહી શકું?
જીવ છે મારી અને એ જ હવે ધામ છે ગઝલ.
સારુ છે કે, કલમથી હું વાત દિલની કરી શકું.
ભાગમાં આવી નિલ તને એમ ગુમનામ છે ગઝલ.
#મુલાકાત