Gujarati Quote in Blog by RajNikant PaTel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🥔આ રતાળુ છે.
🥔રતાળુ ભારતમાં લગભગ સર્વત્ર થાય છે.
🥔તેમાં કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે. તેની જાતો વચ્ચે મૂળ, કંદ અને રંગ પરત્વે ઘણો તફાવત પડે છે. કેટલાકનો રંગ સફેદ હોય છે, તો કેટલાકનો પીળો, કેટલીક જાંબલી ગરવાળી જાતો દક્ષિણ ભારતમાં વધુ લોકપ્રિય છે.(ફોટામાં જાંબલી રતાળુ છે.)
🥔રતાળુ એ જમીનમાં થનારું કંદ છે. તેના વેલા થાય છે.
🥔રતાળુના પાક માટે ફળદ્રુપ, અને સારા નિતારવાળી જમીન ઉત્તમ ગણાય છે.
🥔 રેજમીન જેમ પોચી તેમ રતાળા સારા થાય છે.
🥔ચૈત્ર-વૈશાખમાં માંડીને અષાઢ માસ સુધી રતાળાની વાવણી થાય છે.
🥔 સારી આંખોવાળા તેના કાંદાના કકડા કરીને રોપાય છે. તેના બે છોડ વછે ત્રણ-ત્રણ ફૂટનું અંતર રાખી ક્યારાની પાળી ઉપર તેને રોપવામાં આવે છે.
🥔તેના પાનનો આકાર કંઇક અંશે નાગરવેલના પાનને મળતો આવે છે. રતાળાના વેલા જમીન પર પથરાય છે, પણ માંડવા ઉપર ચડાવવાથી વધુ સારું રહે છે.
🥔મહાફાગણ માસમાં તેને કાઢવામાં આવે છે.

🥔રતાળાને છોલીને તેનું શાક બનાવવામાં આવે છે.
🥔ખાસ કરીને શિયાળામાં ખવાતા એક મિશ્ર શાક, ઊંધિયામાં તેનો ઉપયોગ મહત્વનો છે. તેનાથી ઊંધિયું વધુ સ્વાદિષ્ટ બને છે.
🥔તેની પુરી, ભજીયાં, ખીર વગેરે પણ થાય છે.
🥔ઉપવાસના દિવસે ફળાહાર તરીકે બહુ છૂટથી વપરાય છે.
🥔રતાળાને બાફી-સૂકવીને બનાવેલો લોટ બીજા લોટ વગેરેમાં ભેળવવામાં આવે છે.
🥔રતાળાના વેલાના પાનનું પણ શાક થાય છે. (શાક કરતાં પહેલાં પાનને તવા પર શેકી લેવા પડે છે.)
----
✅રતાળાના ગુણ
💡રતાળુ બળ આપનાર છે, સ્નિગ્ધ, ભારે, હ્દયના કફનો નાશ કરનાર અને ઝાડાને રોકનાર છે.
💡તેને જો તેલમાં તળ્યું હોય તો બહુ જ કોમલ અને રુચિપ્રદ નીવડે છે.
💡સફેદ રતાળું મધુર, શીતળ, વૃષ્ય અને ભારે અને પૌષ્ટિક છે. એ શ્રમ, દાહ અને પિત્તનો નાશ કરે છે.
💡'સુશ્રુત' રતાળુ ને કફ કરનાર, ભારે અને વાયુનો પ્રકોપ કરનાર ગણે છે.
💡વાગ્ભટ તેને તીખું, ગરમ તેમજ વાયુ તથા કફને મટાડનાર ગણે છે.
💡રતાળાના વેલાનાં પાન વાટી વીંછીના ડંખ પર ચોપડવાથી વીંછી ઊતરે છે.
💡સુકાયેલું રતાળું પણ ઘસીને વીંછીના ડંખ પર ચોપડાય છે.
💡શ્રમ-મહેનત કરનાર માણસોને રતાળુ જલ્દી પચે છે અને માફક આવે છે. પરંતુ નબળા તથા બેઠાડું લોકોને તે માફક નથી આવતું.
💡સામાન્ય રીતે રતાળુ વાયુ કરે છે.

💕આભાર💕
-----
Like My Page
fb.com/r.j.patel789

Gujarati Blog by RajNikant PaTel : 111390381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now