#નરમ
હસતા હસતા રડાવે છે જિંદગી
રડતા રડતા હસાવે છે જિંદગી
આમ જોવા જઈએ તો ઘોંઘાટ ભરેલી છે જિંદગી
પરંતુ એકલતા ની મોહતાજ છે જિંદગી
માં બાપ ના પ્રેમ થી ભરેલી છે જિંદગી
પરંતુ જીવનસાથી ના દર્દ ની છે જિંદગી
દોસ્તો ની મસ્તી ની છે જિંદગી
પરંતુ દુશ્મનો ના ખોફ ની છે જિંદગી
રાત ના સપના ની છે જિંદગી
તો સવાર ની એ હકીકત ની છે જિંદગી
કોઈ ને લાગતી ઝેર છે જિંદગી
તો કોઈને લાગતી અમૃત છે
સ્વાર્થ ની ભરેલી છે જિંદગી
પરંતુ ક્યાંક ખૂણા માં નિસ્વાર્થ પ્રેમ ની છે જિંદગી
ભલે ગમે તેવી હોય તો પણ માણવા જેવી છે જિંદગી
ભગવાન ની અદભૂત કરામત છે જિંદગી