#વસંત
ગરમાળો ને ગુલમહોર ખીલ્યાં છે ગલી ગલી,
આવને સખી આપણે પ્રેમ કરીએ લળી લળી.
કરે છે પ્રેમ તો કહેતી કેમ નથી મને,
રહે છે દૂર કેમ મારાથી ડરી ડરી.
મૌસમ ની જેમ બદલું છું રંગ કબૂલ છે મને,
વસંત મારામાં પણ આવે છે ફરી ફરી.
કૂંપળ થકી કેસુડાની જાણે લાગી વનરાવન માં આગ
કરે છે ખેલ પ્રકૃતિ પણ અવનવા વેશ ધરી ધરી.
લીમડાની કડવાશમાં કોયલની મીઠી કૂહુ કૂહુ
યાદ અપાવે છે તારી ઘડી ઘડી.
કેસુડો મહોરી જઁગલ દેશે ભરી ભરી
વસંત આવી છે પ્રેમના વાયરા લઈ લઈ.
-જીગર બુંદેલા
SWA MEMBERSHIP NO: 032928