સરહદો વટાવીને આજ કોઈક આવ્યું છે,
ફરિયાદો માણસાઈની છેડે બાંધીને લાવ્યું છે.
અઢળક પ્રયત્નો કર્યા અમને નોખારાખવાના,
પણ આજદિન સુધી આમાં કયાં કોઇ ફાવ્યું છે.
પથ્થરો કેટલાય આવ્યા થા મારગમાં એમના,
છતાં આ ઝરણું કયા કોઈથી રોકાયું છે.
રેડી દીધું એવું તે કયું ઝેર આમનામા સૌએ,
કે આજ માણસ - માણસથી અભડાયું છે.
ખાલીખમ છતાં આજ વેગીલું લાગે છે,જાણે
હદયના ધબકારા કોઈ ઉછીના માંગી લાવ્યું છે.
નવાઈ તો ત્યારે થઈ જાણીને અમને ઓ
કે એ તત્વને પણ આજ કોઈક છેતરી આવ્યું છે.