પૂનમે શોધ્યો એક ચાંદ,
પણ એમાં ચાંદ ની ચાંદની ન જડી...
વસંતમાં શોધી એક કૂંપણ,
પણ એમાં ઝાડની પાંદડી ન જડી...
વરસાદમાં શોધ્યા ઝરમરિયા,
પણ એમાં પાણીની બુંદ ન જડી...
ગરજતા શોધ્યા વાદળિયા,
પણ એમાં વીજળીની ગુંજ ન જડી...
બગીચામાં શોધ્યું એક ગુલાબ,
પણ એમાં તારી સોડમ ન જડી...
પ્રતિબિંબમાં શોધ્યો ચહેરો જાણીતો,
પણ એમાં તારી ઓળખ ન જડી...
ભીડમાં શોધ્યો તારો સંગાથ,
પણ એમાં તારી ઉપસ્થિતિ ન જડી...
એકલતામાં પણ શોધ્યો એકાંત,
પણ એમાં તારી સહમતિ ન જડી...
-બંસરી
#વસંત