Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોઈ વિચારી જ ભર્યું હતું પગલું તારા પ્રેમના પથમાં આગળ વધવા,
હતી ખબર મને આવશે ઘણી મુશ્કેલીઓ, આપણા પ્રેમને અવરોધવા,
વિતાવવી પડશે ઉજાગરે ઘણી રાતો એની જ રાહ જોવામાં,
યાદો હશે ઘણી, પણ એ નહિ હોય, દિવસો વિતાવવા પડશે, તસવીર એની જોવામાં,
ક્યારે થશે કોઈ વાતે તકરાર, તો એના ગુસ્સાને પણ સહેવો પડશે,
મૂકીને આ જાતનું અભિમાન, મનાવવા એને, ઉઠક બેઠક પણ કરવી પડશે,
મંજુર હતું સઘળું મને, એટલે જ તો આપ્યું હતું વચન તને,
ભૂલી જઈશ આ જાતને, નિભાવીશ બસ તારા જ પ્રેમને !!
મળ્યા પછી તને એટલું તો મને સમજાયું છે,
તું જ વિશ્વાસ અને પ્રેમનું બીજું નામ છે !!!
તારા માટે આ જાત, આ જનમ જ નહીં,
જનમો જનમ પણ વિતાવવા પડે તો અફસોસ નથી !!
બસ તારા પ્રેમના પથ ઉપર ભરેલું આ પગલું, મંજિલ સુધી પહોંચી જાય,
તું ઉભી હોય સામે બે હાથ ખોલીને, અને આ જાત આખી તુજમાં સમાઈ જાય !!!

#કેપ્ટન @શ્યામ

#પગલું

Gujarati Blog by Nirav Patel SHYAM : 111387925
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now